ચાણસ્મા નવા રામજી મંદિરે શતાબ્દી મહોત્સવની ઉજવણી

admin
1 Min Read

પાટણના ચાણસ્મા ખાતે નવા રામજી મંદિર ખાતે શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલ શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ આસપાસન ગામના લોકો ઉમટી પડ્યા હતા. આ શતાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ત્રણ દિવસનો ચાણસ્મા રામજી મંદિ૨નો શતાબ્દી મહોત્સવ નિમિતે રામજી મંદિર ઉપરાંત આસપાસના વિસ્તારને રોશનીથી શણગારી દેવામાં આવ્યો હતો. સાથે જ ભવ્ય રંગોળી પણ પુરવામાં આવી હતી. ચાણસ્મા હાઇવે ચાર રસ્તાથી રામજી મંદિર ચોક સમગ્ર શહેરને ડેકોરેશનથી સજવામાં આવ્યો હતો. શતાબ્દી મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ત્રણ દિવસ સુધી ચાલેલ આ મહોત્સવનો પ્રારંભ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ તેમજ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજે દીપ પ્રાગટ્ય કરી કરાવ્યો હતો. આ મહોત્સવમાં નવા રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. સાથે જ ગરબાની રમઝટ, અને ડાયરાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મોટી સંખ્યામાં લોકોએ આ મહોત્સવમાં ઉપસ્થિત રહી તેનો લાભ લીધો હતો.

 

Share This Article