મહા વાવાઝોડાની દહેશત વચ્ચે દીવના બિચ કરાયા બંધ

admin
1 Min Read

મહા વાવાઝોડું 7 તારીખે વહેલી સવારે પોરબંદર અને દીવની વચ્ચેના દરિયાકિનારે ટકરાય તેવી શક્યતા છે. ત્યારે તકેદારીના ભાગ રૂપે દિવના દરિયા કિનારા પર પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. મહા વાવાઝોડા ની દહેશત વચ્ચે દીવના તમામ બિચ બંધ કરાવવામાં આવ્યા છે. જેમ જેમ મહા વાવાઝોડાની અસર વધી રહી છે તેમ તેમ સરકારના એક પછી એક ઠોસ નિર્ણયો સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે મહા વાવાઝોડાની દહેશત વચ્ચે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દીવ આવેલા પ્રવાસીઓને આવતીકાલ સુધીમાં દીવ છોડી દેવાનો આદેશ આપી દેવાયો છે. તંત્ર દ્વારા અત્યારથી જ દરિયા કિનારો ખાલી કરાવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. દીવના જિલ્લા કલેક્ટરે માહિતી આપી કે મહા વાવાઝોડાની અસરને પગલે 8 શેલ્ટર હોમ શરૂ કરાયા છે. અને જરૂર જાણાય ત્યારે દરિયા કિનારાના લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવશે.

Share This Article