વાવાઝોડાને લઈને જામનગર તંત્ર અલર્ટ પર

admin
1 Min Read

 

હવામાન વિભાગ દ્રારા મહા વાવાઝોડાની આગાહીના પગલે ઉભી થનાર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા જામનગર જિલ્લા વહીવટીતંત્ર તમામ તૈયારીઓ કરી એલર્ટ થઈ ગયુ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા મહા વાવાઝોડાની અસર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારે સાંજથી થવાની પૂરેપૂરી સંભાવના છે તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. બંને જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા વાવાઝોડાના પગલે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. વાવાઝોડાની અસરના પગલે સતત બે દિવસ વરસાદની સાથે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની ચોક્કસ શક્યતા છે. ત્યારે એનડીઆરએફની 6 ટીમ હવાઇમાર્ગે જામનગર આવી પહોંચશે. જેમાંથી એક ટીમ જામનગરમાં રહેશે અને અન્ય ટીમ અન્ય સ્થળે જશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની વધુ અસરની સંભાવના પગલે 20000 અસરગ્રસ્તોને સ્થળાંતર કરવા માટે તંત્રએ 464 આશ્રયસ્થાનો ઉપલબ્ધ કર્યા છે. આવનારી હોનારતને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા બનતી તમામ કોશિશો કરાઈ રહી છે જેના ભાગ રૂપે રાઉન્ડ ધ ક્લોક ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે અને મોટા મોટા હોર્ડિંગ્સ, કિયોસ્ક, સાઈન બોર્ડ ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Share This Article