સ્વતંત્રતા દિવસના નાનપણના કિસ્સા

admin
2 Min Read

15 ઓગસ્ટે દેશનો દરેક નાગરિક દેશભક્તિના રંગમાં રંગાયેલો હોય છે. ત્યારે બોલીવુડના સેલીબ્રીટીસે પણ ૧૫ ઓગસ્ટને લગતી પોતાની નાનપણની યાદો શૅર કરી છે. રીતિક રોશન, આયુષ્માન ખુરાના, શ્રદ્ધા કપૂર, કંગના અને નવાઝે સ્વતંત્રતા દિવસ પર પોતાના નાનપણના કિસ્સા યાદ કરી અને સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

રીતિક રોશને જણાવ્યું હતુ કે ‘સ્વતંત્રતા દિવસ પર નાનપણની વાત કરીએ તો સ્કુલમાં મળતી રજાની યાદ આવે છે. મારા મતે એક આઝાદ દેશમાં જન્મેલા બાળકોને આઝાદીનો અર્થ સમજાવવો ઘણો જ મુશ્કેલ છે. આજની જનરેશન પર સેન્સ ઓફ ગ્રેટિટ્યૂડને બદલે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી નાખવાની જરૂર છે. આજે તમે ઘણું બધું કરી શકો છો, કારણ કે તમારી પાસે ફ્રીડમ છે.’

આયુષ્માન ખુરાનાએ કહ્યું હતુ કે ‘આઝાદી મારા માટે એ છે કે તમે તમારા દેશને કેવી રીતે સુધારી શકો છે. પોતાના દેશ માટે કંઈક કરવું હોય તો તેને ક્રિટિકલી જોવાની જરૂરી છે. આ જ તમારો દેશપ્રેમ છે. લોકો દેશને ભારતમાતા અથવા મધરલેન્ડ કહે છે પરંતુ હું માનું છું કે તે બાળકની જેમ છે.’

જયારે શ્રદ્ધા કપૂરે કહ્યું હતુ કે ‘સ્કુલના દિલસોમાં ફ્લેગ હોસ્ટિંગમાં ઘણી જ મજા આવતી હતી. અમે દેશભક્તિની ફિલ્મો જોતા હતાં. ‘ચક દે ઈન્ડિયા’ મારી ફેવરિટ ફિલ્મ છે અને પ્રેમ તથા શાંતિનો ફેલાવો કરવો એ જ મારા માટે દેશભક્તિ છે શ્રદ્ધા સાથે કંગનાએ જણાવ્યું હતુ કે’15 ઓગસ્ટ પર અમે ‘એ મેરે વતન કે લોગો’ જેવા દેશભક્તિના ગીતો તૈયાર કરતાં હતાં જેનો એક અલગ જ આનંદ રહેતો.પણ હવે પરિસ્થિતિ અલગ છે. હું માનું છું કે અમારી જનરેશન પર દેશની ઘણી જ મોટી જવાબદારી છે. દુઃખ થાય છે, જ્યારે દેશના યુવાઓ ડ્રગ્સમાં સપડાય છે. ખોટાં રસ્તે જાય છે. મારું માનવું છું કે પહેલાં આપણે પોતાની જાતને સંભાળવાની જરૂર છે. ત્યારબાદ દેશ સંભાળી શકાશે.

નવાઝ કે જેની સેક્રેડ ગેમ્સ-2 રીલીઝ થઈ છે તેને સ્વતંત્રતા દિવસ પર પોતાના વિચાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આજનો દિવસ ઘણો જ ખાસ છે. આજના દિવસે આપણાં દેશને આઝાદી મળી હતી. આ વાત ક્યારેય ના ભૂલવી જોઈએ. આ આઝાદી મેળવવા માટે અનેક લોકોએ ઘણી જ મહેનત કરી છે. સ્વતંત્રતા સૈનિકોને ક્યારેય ભૂલવા જોઈએ નહીં.’

Share This Article