દુનિયામાં ભારતે સૌથી વધુ કોરોનાની વેક્સિનના ડોઝ બૂક કરાવ્યા

admin
1 Min Read

કોરોનાની રસીના ‘કન્ફર્મ ડોઝ’ બૂકિંગના મામલે ભારત દુનિયામાં પહેલા નંબર પર છે. અત્યાર સુધીમાં તે 1.6 બિલિયન એટલે કે 160 કરોડ વેક્સીનના ડોઝના ઓર્ડર આપી દીધા છે. એટલે કે 80 કરોડ લોકો માટે પૂરતા ડોઝનુ બૂકિંગ થઈ ગયું છે. ડ્યુક યુનિવર્સિટી દુનિયાભરના વેક્સીન માટેના ઓર્ડર પર નજર રાખી રહી છે.

30 નવેમ્બર સુધીનો યુનિવર્સિટી પાસે ડેટા છે જેમાં ભારતે સૌથી વધારે ડોઝ યુરોપિયન યુનિયન (EU)એ બૂક કરી રાખ્યા છે, જ્યારે અમેરિકા ત્રીજા નંબર પર છે. EUને 1.58 બિલિયન ડોઝ મળશે અને અમેરિકાને 100 કરોડથી વધારે. શરત એટલી છે કે વેક્સીન ટ્રાયલમાં સફલ સાબિત થાય અને તેના ઉપયોગની મંજૂરી મળે. ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની વેક્સીન લગભગ તમામે બૂક કરી રાખી છે.

સૌથી વધારે 1.5 બિલિયન ડોઝ આ જ વેક્સીનના બૂક થયા છે. ભારત સિવાય અમેરિકાએ પણ તેના 500 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. આ સિવાય નોવાવેક્સની રસીના 1.2 બિલિયન ડોઝ પણ બૂક થઈ ગયા છે. મહત્વનું છે કે, ભારતને એસ્ટ્રાજેનેકાથી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના 500 મિલિયન ડોઝ મળશે. આ વેક્સીન દેશમાં કોવિશીલ્ડ નામથી ઉપલબ્ધ હશે. આ ઉપરાંત રશિયાની કોવિડ વેક્સીન Sputnik V વેક્સીનના 100 મિલિયન ડોઝ પણ ભારતે બૂક કરાવ્યા છે.
Share This Article