સમુદ્રમાં ચીનને પછડાટ આપવા ભારત તૈયાર, મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય

admin
2 Min Read

ભારત અને ચીનની વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીન પોતાની અવળચંડાઈઓથી બાજ નથી આવી રહ્યુ. એલએસી પર ચીન – ભારતનો તણાવ યથાવત છે. અનેક બેઠક છતાં કોઈ સમજૂતી થઈ શકી નથી. જેને પગલે સૈન્ય તેને દરેક મોરચે જવાબ આપવા માટે તૈયાર છે.

ત્યારે હવે ચીનને સમુદ્રમાં ટક્કર આપવા માટે ભારતીય નૌસેના માટે પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતી સબમરીન સહિત 24 સબમરીન બનાવવામાં આવશે. ભારતીય નૌસેના માટે છ પારંપરિક સબમરીનના નિર્માણ માટે 55000 કરોડ રૂપિયાના મેગા પ્રોજેક્ટની બિડિંગ પ્રોસેસ ઑક્ટોબર સુધીમાં શરૂ થવાનો છે.

ચીનની નૌસેનાની વધતી તાકાતને ધ્યાનમાં રાખતા આ સબમરીન ભારતની સામરિક ક્ષમતાને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ચીની નૌસેનાની વધતી તાકાતને પગલે ભારતે નિર્ણય કર્યો છે. વ્યુહાત્મક ભાગીદારી મૉડલ હેઠળ ભારતમાં આ સબમરીનનું નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટ માટે બે ભારતીય શિપયાર્ડ અને 5 વિદેશી રક્ષા કંપનીના નામની યાદી તૈયાર કરવામાં આવી છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ આ યોજના સૌથી મોટુ સાહસ છે.

મહત્વનું છે કે, નૌસેના પાસે હાલમાં 15 પારંપરિક સબમરીન અને બે પરમાણુ સંપન્ન સબમરીન છે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીનની સેનાની વધતી હાજરીને ધ્યાનમાં રાખતા નૌસેના પોતાની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વૈશ્વિક નૌસેના નિષ્ણાતના મતે ચીનની પાસે 50થી વધુ સબમરીન અને અંદાજે 350 જહાજ છે. જે આગામી 8-10 વર્ષમાં જહાજો અને સબમરીનની સંખ્યા 500થી વધુ થઇ શકે છે.

Share This Article