કોરોના સામેની જંગ માટે WHO તરફથી ભારતને 1 હજાર રેમેડેસિવર શીશીઓ મળી

admin
1 Min Read

અમેરીકા બાદ ટૂંક સમયમાં ભારતમાં રેમેડેસિવર ડ્રગના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી શકે છે. આ પરીક્ષણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશનના સહયોગથી શરુ કરવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયના સુત્રોના જણાવ્યા અનુસાર, સીએસઆઈઆર અને આઈસીએમઆરની ટીમો તેના પર કામ કરી રહી છે. ભારતને ડબ્લ્યુએચઓ તરફથી એક હજાર રેમેડેસિવર શીશીઓ મળી છે. જેનો ઉપયોગ કેટલાક રાજ્યોમાં કરવામાં આવશે. જોકે આ દવા ફક્ત કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવશે.

યુએસમાં તેના પ્રયોગ બાદ વૈજ્ઞાનકોએ દાવો કર્યો છે કે આ દવાના ઉપયોગથી ગંભીર કોરોનાવાળા દર્દીઓમાં ઝડપથી સુધારો થાય છે. જોકે, આ દવા ઈબોલા વાયરસના ચેપ માટે હતી.

ઉલ્લેખનીય છે કે કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી એન્ટિવાયરલ દવા, યુએસ રેમેડેસિવર સારવાર માટે આવતા અઠવાડિયાથી ઉપલબ્ધ થશે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કટોકટીમાં આ દવાના ઉપયોગને મંજૂરી આપી હતી.

ડ્રગ ઉત્પાદક ગિલિડ સાયન્સિસનું મેનેજમેન્ટ કહે છે કે કંપનીમાં ડ્રગનું ઉત્પાદન ઝડપથી ચાલી રહ્યું છે, જેથી તે વધુને વધુ લોકોને પૂરી પાડી શકાય. કંપનીના સીઈઓ ડેન ઓએ કહ્યુ કે, કંપની કોરોનાની રસી બનાવવા માટે પણ ઝડપથી કામ કરી રહી છે.

Share This Article