આતંકીઓ સામે ભારતીય સેના ફુલ એક્શન મોડમાં, જૂન મહિનામાં 38 આતંકીઓને કર્યા ઠાર

admin
1 Min Read

દક્ષિણ કાશ્મીરના બિજબેહરાના વાઘામા ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓનો ખાતમો કર્યો છે. કાશ્મીર ઝોનના પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે એન્કાઉન્ટરની શરૂઆત અનંતનાગના વાઘા વિસ્તારમાં થઈ હતી. જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળો ઘટનાસ્થળના જોઈન્ટ ઓપરેશનમાં બે આતંકીઓ ઠાર થયા છે.

મળતી માહિતી મુજબ, જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના હાલ આતંકીઓનો ખાતમો કરવાના મૂડમાં જોવા મળી રહી છે. ગત રોજ ડોડા વિસ્તારના હિઝબુલ કમાન્ડર સહિત ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ સાથે  ડોડા વિસ્તાર આતંકી મુક્ત બન્યો છે. ત્યારે મંગળવારે સેનાએ અનંતનાગમાં બે આતંકીઓને ઠાર કર્યા છે.

ઠાર કરવામાં આવેલ બન્ને આતંકીઓએ થોડા દિવસ અગાઉ સીઆરપીએફની ટીમ પર હુમલો તેમજ એક પાંચ વર્ષના બાળકની હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે કાશ્મીરમાં આતંકીઓ સામે હવે ભારતીય સેના ફુલ એકશન મોડમાં આવી ગઈ છે.. આ જુન મહિનામાં સેના દ્વારા 38 આતંકીઓને ખૂણે ખૂણેથી શોધીને ઠાર કરવામાં આવ્યા છે.ચાલુ વર્ષમાં અત્યાર સુધીંમાં કુલ  116 આતંકીઓને કશ્મીરમાં ઠાર કરવામાં આવ્યા છે.

Share This Article