જાણો.. છેલ્લા 30 વર્ષથી અભિનય ક્ષેત્રે સંકળાયેલી ગુજરાતી અભિનેત્રી જાગૃતિ ઠાકોર વિષે

admin
2 Min Read

ગુજરાતીની ફિલ્મોની વાત કરવામાં આવે તો દરેક  ગુજરાતીના  મોઢે હવે  નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ “હેલ્લારો”નું નામ આવે છે. જે નવેમ્બર 2019 માં સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી.

આ ફિલ્મને ભારત સરકારનો પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ ( બેસ્ટ ફિલ્મ ઓફ ઇન્ડિયા ) મળ્યો છે. આ ફિલ્મમા ઘણાં જાણીતા ચેહરાઓ જોવા મળ્યા હતા. જેમાંથી એક જાગૃતિ ઠાકોર પણ જોવા મળ્યા હતા.

હેલ્લારો ફિલ્મ માટે જાગૃતિ ઠાકોરને  જ્યૂરી સ્પેશિયલ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મથી તેમણે ફરી એકવાર પોતાની અભિનય ક્ષમતા આ ફિલ્મના માધ્યમથી દર્શકો સમક્ષ  રજુ કરી હતી. જાગૃતિ ઠાકોરની વાત કરવામાં આવે તો તેઓ 1983થી રંગમંચ  સાથે સંકળાયેલા છે.

તેમણે 1983માં જ સહિયર ફોક  આર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને 18 વર્ષ સુધી તેના મેનેજિંગ ટ્રસ્ટીનો હોદ્દો પણ સંભાળ્યો. આ દરમિયાન ભારતભરમાં લોકનૃત્યોના 400 જેટલા શો પણ કર્યા. ત્યારે છેલ્લા 30 વર્ષથી તેઓ અભિનય ક્ષેત્રમાં ડંકો વગાડી રહ્યા છે.

તેમણે ગુજરાતની અનેક સાહિત્યિક કૃતિઓ ઉપરાંત અમેરિકન, રશિયન અને ફ્રેન્ચ લેખકોના પણ નાટક કર્યા છે. તે અત્યાર સુધી ગુજરાતી ક્લાસીક અને ઇન્ટરનેશનલ થિયેટર કહી શકાય તેવા લગભગ ૪૬ નાટકોના 850થી વધુ શો કરી ચૂક્યા છે.

આ  ઉપરાંત ૨૪ જેટલી સીરીયલ, 168 ડોક્યુમેન્ટ્રી ફિલ્મ,  42 એડ ફિલ્મ્સ, શોર્ટ ફિલ્મો તેમજ 10 જેટલા રેડિયો પ્લે પણ  કરી ચુક્યા છે. તેમજ 22 જેટલી ફિચર  ફિલ્મ પણ કરી ચુક્યા છે. જેમાં બે  હિન્દી ફિલ્મ તથા એક હોલીવુડની અંગ્રેજી ફિલ્મનો પણ સમાવેશ થાય છે.

તેમણે  ફક્ત અભિનય જ નહી પણ સાથે સાથે જ ડાયરેકશનમાં સફળતાં મેળવી છે જેમાં ૧૮ જેટલાં નાટકમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહ્યાં છે…

Share This Article