પડોશી દેશમાં મોંઘવારી બેકાબૂ : પાકિસ્તાનમાં 1 કિલો આદુનો ભાવ જાણીને હોશ ઉડી જશે

admin
1 Min Read

પાકિસ્તાનમાં લોકો મોંઘવારીથી ભારોભાર પરેશાન છે ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ગુજરાતમાં આવેલા જુનાગઢના નવા વડાપ્રધાનની જાહેરાતમાં વ્યસ્ત છે. જોકે પાકિસ્તાનમાં મોંઘવારી કઈ હદે બેકાબુ બની છે તેનો અંદાજ આદુના ભાવ પરથી જ લગાવી શકાય. પાકિસ્તાનમાં આદુનો ભાવ એક કિલોના રૂપિયા 1000 થઈ ગયો છે. ત્યારે ઈમરાન ખાન ખાંડના ભાવમાં ઘટાડો કરીને જાતે જ દલા તલવાડીની માફક પોતાની પીઠ થાબડી રહ્યાં છે.

ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો વીડિયો ટ્વીટ કરી જણાવ્યું કે રાવલપિંડીમાં એક કિલો આદુનો ભાવ 1000 રૂપિયા છે. શિમલા મરચાનો ભાવ 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. એક મહિના પહેલા પાકિસ્તાનમાં લોટના ભાવને લઈને હાહાકાર મચ્યો હતો.

જ્યારે બે દિવસ પહેલા ઇમરાન ખાને ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે, તેમના દેશમાં ખાંડ 81 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. તેમણે ખુદની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેમની સરકારની નીતિઓને કારણે ગત મહિને 102 રૂપિયા કિલો વેચાઈ રહેલી ખાંડની કિંમત હવે 81 રૂપિયા સુધી આવી ગઈ છે

Share This Article