આ ગલુડીયુ તો નિકળ્યુ સિંગર, રેલાવ્યા સંગીતના સૂર….જુઓ વીડિયો…

admin
1 Min Read

સોશિયલ મીડિયા પર કોમેડી વીડિયો અવાર નવાર વાયરલ થતાં રહે છે અને એમાં પણ પ્રાણીઓના રમૂજી વીડિયો ખુબ વાયરલ થતાં રહે છે. તમે શ્વાનના રમૂજી વીડિયો ઘણી વાર જોયા હશે, પરંતુ શું તમે શ્વાનને ક્યારેય રાગ છેડતા જોયો છે એટલે કે ગીત ગાતા જોયો છે.

કદાચ તમે ના પાડશો પણ આજે આ ઘટના વીડિયોમાં તમને જોવા મળશે. ઇન્ટરનેટ પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. માણસ એક નાના ગલુડીયાને સંગીતના સૂર શીખવે છે. શ્વાનનું બચ્ચુ પણ સામે અદ્ભૂત રીતે સુર આપતુ જોવા મળે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ગલુડીયાની સામે એક સુર લલકારે છે અને આ સાંભળીને ગલુડીયુ પણ તેનુ અનુકરણ કરે છે એ પણ એક સુર લલકારે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા યુજર્સોનુ દીલ જીતી લીધુ છે અને લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

https://twitter.com/animalIife/status/1338132898575212544?s=20

Share This Article