મહિલા કોરોન્ટાઇનમાં ન રહેતા રહીશો દ્વારા કરાઇ રજૂઆત

admin
1 Min Read

કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં ગુજરાત એ સમગ્ર દેશભરમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં બીજા નમ્બરે છે. ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના વધતા કેસો ચિંતાનો વિષય બન્યો છે. તેમજ અમદાવાદમાંથી કેટલાક દર્દીઓ અન્ય શહેરોમાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. તેવામાં પાટણ શહેરના સુભાષચોક વિસ્તારમાં આવેલા સરદાર બાગની પાછળના ભાગે આવેલા ગણેશ નગર સોસાયટીમાં બીનીતાબેન મુકેશભાઈ સુથાર જેઓ 19  એપ્રિલના રોજ અમદાવાદના સાણંદથી એમ્બ્યુલન્સ મારફતે પાટણ આવ્યા હતા.

જ્યાં સોસાયટીના રહીશોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરાતા આ મહિલાને ઘરમાં જ હોમ કોરોન્ટાઇન કરવામાં આવી હતી. પરંતુ મહિલા દ્વારા કોરોન્ટાઇનમાં ના રહી લોકોના સ્વાસ્થ જોખમાય તેવું વર્તન કરતા સોસાયટીના રહીશોએ આ બાબતે તંત્રને લેખિત રજુઆત કરી છે. અને મહિલા સામે ફિટકારની લાગણી વરસાવી હતી. તેમજ તંત્ર દ્વારા મહિલાનો કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવે એવી માંગ કરી હતી.

Share This Article