બનાસકાંઠા-અંબાજી મુકામે ચાલતા સ્પા સેન્ટર ને બંધ કરવા રજૂઆત કરાઇ

Subham Bhatt
3 Min Read

વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ એટલે અંબાજી યાત્રાધામ વર્ષે દહાડે સવા કરોડ ઉપર દેશભરના લોકો અંબાજીઆસ્થા, બાધાને લઇ માનતા પૂરી કરવા આવે છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નમુજબ ગુજરાત પવિત્ર યાત્રા ધામ અંબાજી, ગબ્બર અને આજુબાજુના યાત્રાના સ્થળોને ડેવલોપ કરવાજેનું કારણ કે યાત્રાધામોનો વિકાસ થાય તો જુનો વારસો અને યાદો ટકી રહે સાથે સાથે દાંતા તાલુકો ૯૯% આદિજાતિ વસ્તી ધરાવનાર તાલુકો છે અહીંની પરિસ્થિતિ નાજુક છે યાત્રાધામનો વિકાસ થાય તોઆજુબાજુ લોકોને પણ રોજગારીની સારી તકો મળે અને સ્થળાંતર અટકે તે તે તરફ હાલમાં કામગીરીચાલુ છે. અંબાજીથી દાંતા જવાના માર્ગ ઉપર “” આરવ કોમ્પલેક્ષ”” ની જગ્યામાં મોદી ગ્લાસ હાઉસ નામેળા ઉપર પ્રથમ માળે “MOON SPA “ સેન્ટર શરુ કરવામાં આવેલ છે તે સ્થળે જે બહાર ફોટા લગાવેલા છેતે એટલી હદે ગંદા લાગે છે કે, ત્યાંથી પ્રસાર થતા યાત્રાળુઓ, સ્કુલ, કોલેજના બાળકો, આ સ્થળની આજુબાજુ રહેનાર રહીશો , ઘર, ગામના વડીલો, માં, બહેન, દીકરીઓ સંકોચ અનુભવે છે ઘર વાળા લોકો એકસાથે ત્યાંથી પ્રસાર થઇ શકતા નથી આવા બીભત્સ પિક્ચરો જોઈ ક્ષોભ માં મૂકાવું પડેછે આવા અર્ધનગ્ન ચિત્રો જોઈને ગામ ના લોકો પર ખોટી અસર થાય તેમજ અંબાજી આવતા યાત્રાળુ પણ ગામ માં આવતાપહેલા જ આવું જોવે તો શ્રી અંબાજી પવિત્ર યાત્રાધામ ઉપર પ્રશ્નો ઉભા થઇ જાય છે કે અહી પણ આવાધંધા ? માટે યાત્રાધામ સહીત બધાને બદનામી વહોરવી પડે છે.

Introduced to close the spa center at Banaskantha-Ambaji

આમ ધર્મ નગરી તરીકે ઓળખાતા ધામને કલંક લગાડવા અને હજારો બાળકોને અવળા રસ્તે વાળવા માટે અનૈતિક ધંધાદારીઓએઅંબાજીમાં પગ પેસારો કરેલ છડેચોક દેખાય છે કોઈ મોટા માથાઓ પણ સંકળાયેલ હશે. સરકારીઅધિકારી અને પદાધીકારીશ્રીઓ આ રોડેથી દરરોજ પ્રસાર થાય છે તેઓએ કડાક નરી આખે દેખેલ હશેજ.પવિત્ર અંબાજી ધામે આ એકમ માં ખરેખર શું ચાલે છે ? આવા અર્ધ નગ્ન ફોટો જાહેર રોડ ઉપર કેમ ? આએકમ આડ પાછળ ગેરકાયદેસરના કૃત્યો તો થતા નથીને ? કારણ કે આપણ સહુ શોશિયલ મીડિયામાંઆવા એકમો અને ધંધાઓ નું જોઈએ છીએ માટે અંબાજી ધામે આ એકમ સહિત અન્ય પણ અનૈતિકધંધાઓ ચાલુ હોય તો તેની કાયદેસરની તપાસ કરી સામાજીક સુરક્ષા અને ભવિષ્યનું વિચારી((GUJARAT PREVENTION OF ANTI-SOCIAL ACTIVITIES (AMENDMENT) ACT-2020) & GUJARAT POLICE ACT )) હેઠળ કાર્યવાહી કરવા અને તાત્કાલિક બંધ થાય તે સારું કાર્યવાહી કરવા જનહિતમાં વિનંતી છે.

Share This Article