આરોગ્ય સેતુ એપ્લિકેશનથી આપની પ્રાઈવેસી પર ખતરો છે કે નહીં? કરવામાં આવ્યો ખુલાસો

admin
1 Min Read

ભારતની કોરોના ટ્રેસિંગ મોબાઈલ એપ્લિકેશન આરોગ્ય સેતુમાં ખામી હોવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ આ એપ્લિકેશનને લઈ યુઝર્સની પ્રાઈવસી પર સંકટ સર્જાયુ હોવાનો આક્ષેપ કર્યો હતો.

જોકે, હવે આરોગ્ય સેતુ એપની ટીમ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એપ્લિકેશનને ડાઉનલોડ કરનાર યુજર્સની જાણકારી ખતરામાં નથી.

કોરોના વાયરસના સંક્રમણના પ્રત્યે લોકોને સાવચેત કરવા માટે બનાવવામાં આવેલ સરકારી એપ્લિકેશન આરોગ્ય સેતુ એપના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ અંગેની જાણકારી આપવામાં આવી છે.

મહત્વનું છે કે, આ પહેલા જાણીતા ફ્રેન્ હેકર રોબર્ડ બાપ્તીસ્તે કહ્યુ હતું કે આરોગ્ય સેતુમાં અનેક ખામીઓ છે જે તેણે શોધી કાઢી છે. તેણે ટ્વીટમાં આરોગ્ય સેતુ એપને ટેગ કરતા કહ્યુ હતું કે આ એપ્લિકેશનની સિક્યોરીટીમાં ખામી મળી છે.

9 કરોડ ભારતીય યુઝર્સની પ્રાઈવસી પર ખતરો છે. શું તમે ખાનગીમાં સંપર્ક સાધી શકો છો? આ ટ્વીટમાં તેમણે એમ પણ લખ્યું છે કે, રાહુલ ગાંધીએ ‘આરોગ્ય સેતુ’ એપને લઈને જે કહ્યું હતું, તે સાચુ જ છે. જણાવી દઈએ કે, તાજેતરમાં રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને ‘આરોગ્ય સેતુ’ એપને યુઝર્ની પ્રાઈવસીની વિરૂદ્ધ ગણાવી હતી…

Share This Article