લો બોલો… આ દેશમાં બકરી અને ફળને પણ થયો કોરોના !

admin
1 Min Read

પૂર્વ આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં એક બકરી અને ખાસ પ્રકારના ફળનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભારે ખળભળાટ મચ્યો છે. આ મામલે રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ ચીન દ્વારા આપવામાં આવેલ ટેસ્ટ કિટ પર સવાલ ઉઠાવ્યા છે.

હકીકતમાં તાન્ઝાનિયામાં એક બકરી અને એક ખાસ પ્રકારના ફળ પોપોમાં કોરોના વાઈરસના સંક્રમણની પુષ્ટી થઈ હતી. જે બાદ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ ચાઈનીઝ ટેસ્ટિંટ કિટ બેકાર છે, તેની તપાસ થવી જોઈએ.

રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ જણાવ્યું હતું કે, વિદેશથી કોરોના વાયરસની ટેસ્ટ કિટ આવી છે જેમાં ખામી છે. તેમણે જણાવ્યું કે, આવું કેવી રીતે બની શકે કે પોપો ફળ અને બકરી પણ કોરોના પોઝિટિવ થઈ ગયા.

રાષ્ટ્રપતિ માગુફુલીએ આ અંગે સેનાને જણાવ્યું છે કે, ટેસ્ટ કિટની તપાસ કરાવવામાં આવે, કેમકે તપાસ કરનારા લોકોએ માણસો સિવાય અન્ય પ્રજાતિઓના પણ સેમ્પલ જમા કર્યા હતા. બકરી, પોપો ફળ અને ઘેટાંમાંથી પણ કોરોના વાયરસના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

સેમ્પલને તપાસ તંજાનિયાની લેબમાં મોકલવામાં આવ્યા હતા. અહિંયા બકરી અને ફળના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેને લઈને દેશમાં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યાંજ વિપક્ષે સરકાર પર કોરોના વાયરસ સંક્રમણના કે છૂપાવવાનો આક્ષેપ કર્યો છે.

Share This Article