ગુજરાતમાં કોરોનાની સ્થિતિ પર સરકારને ઘેરવા કોંગ્રેસ આવી મેદાને

admin
1 Min Read

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 6200ને પાર થઈ ગઈ છે.

અમદાવાદમાં કોરોનાના વકરતી સ્થિતિને લઈને કોંગ્રેસે સરકાર સામે રોષ ઠાલવ્યો છે અને કોર્ટમાં જવાની તૈયારી દાખવી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત અને અમદાવાદમાં કોરોનાની કપરી સ્થિતિ માટે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જવાબદાર ગણાવ્યો છે.

તેમણે કહ્યુ કે, વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યુ ન હતું. તે માટે નમસ્તે ટ્રમ્પ કમિટી, ગુજરાત ક્રિકેટ એસોસિએસન અને ગુજરાત સરકાર જવાબદાર છે. ગુનાહિત નિષ્કાળજી બદલ કોર્ટમાં કોંગ્રેસ પિટિશન દાખલ કરશે..

વધતા જતા કોરોનાના કેસોના કારણે થતાં મૃત્યુનો દર રાજ્યના અન્ય શહેરો કરતાં તો ઉંચો છે જ, દેશભરના સરેરાશ મૃત્યુદર કરતા 2.51 ટકા ઉંચો છે.

ગુજરાતના અન્ય શહેરો કે જ્યાં આરોગ્યની સુવિધાઓ અમદાવાદ કરતાં ઘણી ઓછી છે ત્યાં મૃત્યુદર 4.97 ટકા છે, જ્યારે અમદાવાદનો મૃત્યુદર 5.74 ટકા છે. ભારતનો સરેરાશ મૃત્યુદર 3.23 ટકા ગણાય છે. જ્યારે ચીનનો મૃત્યુદર 5.5 ટકા અને અમેરિકાનો 5.9 ટકા રહ્યો છે. અમદાવાદ તેનાથી પણ આગળ નિકળી ગયું છે.

Share This Article