લોકડાઉનમાં ૨૪ કલાક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાર્યરત, 1333 કોલ એટેન્ડ કરી ફરિયાદોનું નિવારણ

admin
1 Min Read

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૨૪ માર્ચથી સરદાર બાગ સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો હતો. તો 1077 નંબરથી ૨૪ કલાક કાર્યરત આ કંટ્રોલરૂમમાં અત્યાર સુધીમાં 1333 કોલ એટેન્ડ કરી ફરિયાદો સંબંધીતોને પહોંચાડી તેનું નિવારણ કરાયુ છે,  તો જિલ્લા કલેકટર અને અધિક નિવાસી કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત આઠ કલાકની પાળી પદ્ધતિમાં વર્ગ  એક અને  બેના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

જ્યારે અહીં ડીસ્ટ્રીક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફીસર વાય.એચ.સિયાણી,  નાયબ મામલતદાર એ.એમ.ભટ્ટ, રેવન્યુ ક્લાર્ક મહેશ ભારવાડીયા ઉપરાંત બે નાયબ મામલતદાર, તેમજ ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત રાખવા અન્ય કચેરીઓના કર્મચારીઓ ફરજ સોંપવામાં આવે છે. તો કંન્ટ્રોલ રૂમ દ્વારા હાલ સુધીમાં કુલ 1333 કોલ એટેન્ડ કરયા હતા.  જેમાં આવશ્યક ચીજવસ્તુઓ માટે 195, ફુડ રિલેટેડ 101, વાહન પાસ અન્ય મંજૂરી માટે 515,  મેડિકલ માટે 13, પોલીસ સંબંધી 7, શાકભાજી ફ્રૂટ માટે 2 તેમજ અન્ય કેટેગરી માટે  416  સહિતની રજૂઆતો મળી હતી. જેનુ નિવારણ કરવામાં આવ્યું હતું.

Share This Article