તબુ સાથે રોમાન્સ કરતો જોવા મળશે ઇશાન ખટ્ટર

admin
1 Min Read

ફિલ્મ ધડકમાં જહાન્વી કપૂર સાથે જોવા મળ્યા બાદ હવે અભિનેત્રા ઇશાન ખટ્ટર વેબ સિરીઝમાં જોવા મળશે……ઈશાન ખટ્ટરે તેની અપકમિંગ વેબ સિરીઝ ‘અ સ્યૂટેબલ બોયનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. એક્ટરે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે એક્ટ્રેસ તબુની સાથે રોમૅન્ટિક અંદાજમાં હિંચકા પર બેઠેલો દેખાય છે. જોરદાર વાત તો એ છે કે, દર્શકોએ ઈશાનને ફિલ્મમાં ક્યારેય મૂંછોમાં જોયો નથી, પણ આ સિરીઝમાં તેનો મૂંછવાળો લુક જોવા મળશે.આ સિરીઝ વિક્રમ શેઠની અ સ્યૂટેબલ બોય નવલકથા પર આધારિત છે.

નવલકથા કુલ 19 ભાગમાં લખાઈ છે, તેની પરથી સિરીઝમાં 6 એપિસોડ બનાવવામાં આવશે. આ સિરીઝની ડિરેક્ટર મીરા નાયર છે………. આ પહેલા મીરા નાયરે મોન્સૂન વેડિંગ, સલામ બોમ્બે અને કામસૂત્ર જેવી ચર્ચાસ્પદ ફિલ્મો બનાવી છે. તો ઈશાનની વાત કરીએ તો, મીરાની સાથે તેઓ પહેલીવાર કામ કરી રહ્યાં છે. ઈશાને ઈઝરાયેલી ફિલ્મકાર માજિદ મજીદીની ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી……….તો તબ્બુ આ પહેલા મીરા નાયરની સાથે ‘ધ નેમસેક’ માં કામ કરી ચૂકી છે. ઝૂંપા લાહિદીના ઉપન્યાસ પર આધારિત આ ફિલ્મને સમીક્ષકોએ બહુ જ વખાણી હતી. આ ફિલ્મનું પ્રીમિયર જૂન 2020માં થશે.

Share This Article