યોગા કરતો જોવા મળ્યો તૈમૂર અલી ખાન

admin
1 Min Read

કરીના કપૂર ખાનનાં પુત્ર તૈમૂર અલી ખાન બોલીવુડનો સૌથી ક્યૂટ સ્ટાર કિડ છે. હાલમાં જ તૈમૂરના યોગા કરતાં ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ લેટેસ્ટ ફોટોમાં તૈમૂર પોતાના દોસ્તોની સાથે પ્લે સ્કૂલમાં યોગા કરતાં દેખાઈ રહ્યો છે. ગ્રીન, બ્લૂ અને વ્હાઈટ કલરની ટી-શર્ટ અને ગ્રે કલરના શોર્ટસમાં તૈમૂર બહુજ ક્યૂટ લાગી રહ્યો છે. તૈમૂરનાં એક્સપ્રેશન પણ જોવા લાયક છે. તે ખૂબ જ ધ્યાનથી યોગા ટીચરનાં સ્ટેપ્સને ફોલો કરી રહ્યો છે.તૈમૂર આની પહેલાં શેફ લૂકમાં જોવા મળ્યો હતો.

 

વાસ્તવમાં કરીનાની સાથે તૈમૂર એક રેસ્ટોરન્ટનાં શેફની સાથે દેખાયો હતો. તૈમૂરે આ દરમ્યાન શેફ કેપ પણ પહેરી હતી. તૈમૂરનો આ ફોટો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો.કરીનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તે હાલમાં લાલસિંહ ચડ્ડાનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાન લીડ રોલમાં છે. જ્યારે તેની પહેલાં કરીનાની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ રિલીઝ થવાની છે. ‘ગુડ ન્યૂઝ’ 27 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં કરીનાની સાથે અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દલજીત દોસાંજ લીડ રોલમાં છે…….

Share This Article