અમદાવાદમાં આઈટી વિભાગના દરોડા

admin
1 Min Read

અમદાવાદમાં ટેક્સટાઈલના વ્યાપારીઓને ત્યાં આવક વેરા વિભાગે મોટાપાયે દરોડા પાડ્યા. આવકે વેરા વિભાગે જમીન દલાલ અને ટેક્સટાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા છે. દિવાળી તાકડે જ દરોડાને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કાલુપુર ક્લોથ માર્કેટમાં એસજી હાઈવે સહિત કુલ 18 સ્થળો દરોડાના પગેલે વેપારીબેડામાં ગુસપુસ શરૂ થઈ ગઈ છે. સિંધુ ભવન રોડ ઉપર પણ ITએ રેડ પાડી છે વળી કેટલાક જમીનદલાલો પણ ITના નિશાના ઉપર છે. આ દરોડામાં કરોડોની બેનામી સંપત્તિનો વ્યવહાર સામે આવવાની શક્યતા છે. લેન્ડ બ્રોકર સુરેશ ઠક્કરને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. સવારથી આઇટી વિભાગની 18થી વધુ ટીમોએ રામભાઇ ભરવાડ, તેમના પુત્ર ધીરેનભાઇ ભરવાડ, મેવાડા ગ્રૂપ, ગો‌ગિયા ગ્રૂપ, ધવલભાઇ તેલી, પ્રેમ ભા‌ટિયા અને ન્યૂ કલોથ માર્કેટ સહિત રહેઠાણ અને કોમર્શિયલ વિસ્તારમાં આવેલી ઓફિસો પર દરોડાની કામગીરી હાથ ધરી હતી. તાજેતરમાં જ દશેરાના દિવસે જમીન દલાલ દ્વારા કરાવાયેલા જમીનના મોટા સોદાની માહિતીના પગલે વિભાગે સર્વે હાથ ધર્યો છે, જેમાં કરોડોના વ્યવહાર અને મોટી કરચોરીની વિગતો ખૂલે તેવી શક્યતા છે.

Share This Article