ATM ન તોડી શક્યા તો JCBથી ઉખાડીને લઈ ગયા

admin
1 Min Read

આયર્લેન્ડમાં તસ્કરોએ એટીએમ મશીનની ચોરી કરવા માટે કંઈક એવુ કર્યું કે તમામ ચોંકી ઉઠ્યા છે. એટીએમ મશીનની ચોરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તસ્કરો માસ્ક પહેરીને ગેસ સ્ટેશન પહોંચે છે. આ વીડિયોમાં ચોર એક જેસીબીનો ઉપયોગ કરીને ગેસ સ્ટેશનની દીવાલ તોડી એટીએમને તોડે છે. તેમજ દીવાલ તોડીને એટીએમને એક કાર પર મૂકી દીધું. કારની છત પહેલા જ કાપી દેવામાં આવી હતી. શક્ય છે કે ચોરોએ આવી રોકડવાળા એટીએમનો હિસ્સો સીધી કારમાં નાખવાના પ્રયાસમાં હતા. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ ગયો છે. ‘ધ ગાર્ડિયન’ અનુસાર ચોરોની ટોળીએ પાસે એક કન્સ્ટ્રક્શન સાઇટથી જેસીબી ચોરી લીધું. મળતા અહેવાલ મુજબ, આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ 11મી કૅશ મશીનની ચોરી હતી જેમાં સ્થાનિક લોકો અને પોલીસને ચિંતામાં મૂકી દીધી. ગ્લોબલ સમાચાર એજન્સી આરટીના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરવામાં આવેલા આ વીડિયોને હાલ ખૂબ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Share This Article