કોરોનાની મહામારીમાંથી નીકળતાં દુનિયાને વર્ષો લાગશે, વિશ્વનો આર્થિક વિકાસદર 1.5 ટકા ધીમો થઈ જશે

admin
2 Min Read

ચીનના વુહાન શહેરથી શરુ થયેલ કોરોના વાયરસનો કહેર અત્યારે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં વર્તાઈ રહ્યો છે… હજારો લોકો આ વાયરસની ચપેટમાં આવતા મોતને ભેટી ચુક્યા છે જ્યારે હજી લાખો લોકો આ વાયરસથી સંક્રમિત છે… કોરોના નામની મહામારીએ મહાસત્તા અમેરીકાને પણ ચિંતામાં મૂકી દીધી છે..  સાથે સાથે ભારતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે…વિશ્વમાં ઓચિંતિ આવી પડેલી આ મહામુસીબતના કારણે આર્થિક વ્યવસ્થા ડામાડોળ કરી નાંખી છે..ત્યારે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇકૉનૉમિક કો-ઑપરેટિવ ઍન્ડ ડેવલપમૅન્ટ (ઓઈસીડી)એ ચેતવણી આપી છે કે કોરોના વાઇરસ મહામારીમાંથી બહાર નીકળતાં વિશ્વને વર્ષો લાગશે. ઓઈસીડીના મહાસચિવ ઍન્કેલ ગુરિયાએ કહ્યું કે કોરોનાને કારણે લાગી રહ્યું છે કે આર્થિક ઝટકો કોઈ નાણાકીય સંકટથી વધુ ગંભીર છે. એક ખાનગી ચેનલને આપેલ ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે એ માનવું સપના સમાન હશે કે વિશ્વ આ સ્થિતિમાં જલદી બહાર આવી જશે. ઓઈસીડીએ બધા દેશોની સરકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના ખર્ચ વધારે, જેથી વધુમાં વધુ લોકોની ચકાસણી અને દર્દીઓના ઇલાજમાં જલદી થઈ શકે.ઍન્કેલ ગુરિયાએ હાલમાં જ કહ્યું હતું કે કોરોનાએ મહામારીનું રૂપ લીધું છે તો વિશ્વનો આર્થિક વિકાસદર 1.5 ટકા ધીમો થઈ જશે, પણ હવે તે વધુ લાગી રહ્યો છે. તેઓએ કહ્યું કે આ કારણે કેટલી નોકરી ખતમ થઈ જશે અને કેટલી કંપનીઓ બંધ થઈ જશે એ વિશે ચોક્કસ કશું કહી ન શકાય, પરંતુ આવનારા દિવસોમાં આને કારણે અર્થવ્યવસ્થાને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

Share This Article