2020 પહેલા પણ થઈ ચુક્યું છે લોકડાઉન, અમેરિકાએ આતંકીને શોધવા લગાવ્યું હતું લોકડાઉન

admin
2 Min Read

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણને કારણે વધતા ખતરાને જોતા દેશના તમામ શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ બની રહી છે. લોકો પોત-પોતાના ઘરમાં કેદ થઈ રહ્યા છે. માત્ર ભારત જ નહી, દુનિયાના ઘણા દેશમાં પૂર્ણ રીતે લોકડાઉનની સ્થિતી ચાલી રહી છે. તો આવો જાણીએ આ લોક ડાઉન શું છે, તેનું કાયદાકિય બંધારણ સ્વરુપ કેવુ હોય છે અને ક્યાં-ક્યાં કેવી રીતે કરવામાં આવ્યુ હતુ.

જાણો શું છે લોકડાઉન:

લોકડાઉન એક ઇમર્જન્સી સિસ્ટમ છે જે સામાન્ય રીતે એક વિસ્તારમાં લોકોને અટકાવી રાખવા માટે વપરાય છે. સામાન્ય રીતે, આ પ્રોટોકોલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવે છે. લોકડાઉનની ઘોષણા સામાન્ય રીતે મોટી દુર્ઘટનાઓથી લોકોને બચાવવાની માટે કરવામાં આવે છે. સંપૂર્ણ લોકડાઉનનો અર્થ એ છે કે જ્યાં સુધી કોઈ ખૂબ જરૂરી કારણ ન હોય અથવા જ્યાં કોઈ તબીબી ઇમરજન્સી ન હોય ત્યાં સુધી લોકો તેમના ઘરની બહાર બિલકુલ નીકળી શકતા નથી.

આ માટે કરવામાં આવે છે લોકડાઉન:

કોઈ સોસાયટી અથવા શહેરમાં રહેનારા સ્થાનિક લોકોને સ્વાસ્થ્ય અને જોખમ બચાવ માટે તેને અમલમાં મૂકવામાં આવે છે. આ દિવસોમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઘણા દેશોમાં તેને અપનાવવામાં આવે છે, પરંતુ આ એટલી સખ્તી પણ હાલમાં અમલમાં નથી. તેને સરકારની જગ્યાએ આ વખતે ખુદ પોતાના પર લાગુ કરી રહ્યા છે.ઉદાહરણ તરીકે ઈટીના ઘણા વિસ્તારોમાં ખુદ જ લોકો પોતાને ઘરમાં બંધ કરી લીધા છે. તેથી કોરોનાનુ સંક્રમણ તેમના સુધી ન પહોંચી શકે. સાથે જે વિસ્તારમાં સંક્રમિત વ્યક્તિ વધારે મળી આવે છે, ત્યાં પણ લોકડાઉનનો અમલ કરી દેવામાં આવ્યો છે.

2020 પહેલાપણ થઈ ચુક્યું છે લોકડાઉન:

સૌ પ્રથમ અમેરિકમાં 9/11 ના આતંકી હુમલા બાદ દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યુ હતુ. તત્કાલીન અમેરિકી સરકારે ત્યાં ત્રણ દિવસ માટે લોકડાઉન કર્યુ હતું. ડિસેમ્બર 2005 ના ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે દંગાને રોકવા માટે લોકડાઉન કર્યુ હતું. સાથે જ 19 એપ્રિલ 2013 ના રોજ બોસ્ટન શહેરને આતંકિયોની શોધ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યુ હતુ.

Share This Article