જેકલિન ફર્નાન્ડિઝ તેના કામ પ્રત્યેના સમર્પણને કારણે જાણીતી છે. તેમાંય તેણે તાજેતરમાં જે રીતનું ડેડિકેશન દાખવ્યું છે તેના કારણે ઈન્ડસ્ટ્રીમાં તેની ચર્ચા વધી ગઈ છે. નેટફ્લિક્સ ઉપર આવનારી આગામી ફિલ્મ ડ્રાઈવ માટે જેકલિન હાલમાં શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ દરમિયાન જ જેકલિન ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજા થવા છતાં તેણે ફિલ્મની ડાન્સ સિક્વલનું શૂટ કર્યું હતું. કર્મા નામના આ ગીતના શૂટ દરમિયાન જેકલિન બેભાન થઈ ગઈ હતી. તેમાં તેણે હાઈહિલ્સ પહેરીને ડાન્સ કરવા ઉપરાંત કેટલાક સ્ટન્ટ પણ કરવાના હતા. તેણે ઈજા થવા છતાં શૂટ પૂરું કરતાં સમગ્ર શૂટિંગ યુનિટે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલિન છેલ્લે સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાહોમાં એક ડાન્સ નમ્બરમાં જોવા મળી હતી.અને લોકોએ તેને ખુબ પસંદ કરી હતી.

