જામનગર : દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ યોજાયું

admin
1 Min Read

 

રાજ્યમાં દર વર્ષે દિવ્યાંગ બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત જામનગરમાં ધનવંતરી મેદાન ખાતે દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું,ધનવંતરી મેદાનમાં વહેલી સવારથી ૪૦૦ જેટલા દિવ્યાંગ બાળકો પોતાના વાલીઓ સાથે આવી પહોંચ્યા હતા અને અહીંની જુદી જુદી રમતોમાં પોતાનું ટેલેન્ટ દેખાડ્યું છે.રાજ્ય સરકાર દ્વારા તમામ બાળકો માટે ચા-નાસ્તો તેમજ બપોરનું ભોજન સહિતની સુવિધાઓ આપવામાં આવી છે.દિવ્યાંગ બાળકો એ લાંબી કૂદ તેમજ ગોળા ફેક અને વિવિધ દોડમાં ભાગ લઈ પોતાનામાં રહેલી ટેલેન્ટને પ્રસ્તુત કરી છે.જન્મથી ખોડખાપણ વાળા બાળકોમાં પણ કોઈને કોઈ સુષુપ્ત શક્તિઓ રહેલી હોય છે અને એ શક્તિઓ તેઓ ખેલ રમત ગમતના મેદાન પર પોતાની ગમતી રમત પર બહાર લાવે તેવા ઉદ્દેશથી સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Article