જામનગર- વિશ્વના સૌથી મોટા ઝુમાં લવાયા પ્રાણીઓ

Subham Bhatt
2 Min Read

ગુજરાતના જામનગરમાં આકાર લઇ રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે હવાઇ માર્ગે અમદાવાદ એરપોર્ટ પરપ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેમાં પ્રાણી સંગ્રહાલય માટે વિદેશથી લાવવામાં આવેલા પ્રાણીઓને અમદાવાદ એરપોર્ટ પરથીજામનગર મોકલવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં એક બાદ એક આકર્ષણના સ્થળ ઉમેરાઈ રહ્યા છે. ત્યારે વધુ એક નવું નજરાણુંરાજ્યમાં જામનગર ખાતે તૈયાર થઈ રહ્યું છે અને તે છે એશિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય છે. જેને લઈને હાલમાં તડામારતૈયારી ચાલી રહી છે. જામનગરમાં બની રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય માટે પ્રાણી લવાયા છે. જેમાં મળતીમાહિતી પ્રમાણે દક્ષિણ આફ્રિકાના મોરાકોથી અંદાજે 95 જેટલા પ્રાણીઓનું લવાયા છે. જેનું બુધવારે અમદાવાદ એરપોર્ટ પરઆગમન થયું હતું. જેને લઈને એરપોર્ટ પર થોડી ક્ષણ માટે પ્રાણી સંગ્રહાલય જેવો માહોલ સર્જાયો હતો. જે તમામ પ્રાણીઓને એરપોર્ટથી 20 ટ્રેલર વડે જામનગર ખાતે પ્રાણી સંગ્રહાલયમાં લઈ જવાયા.

Jamnagar - Animals brought to the world's largest zoo

જે તમામ પ્રાણી રશિયન કાર્ગો વિમાનમાં 9 કલાકનીમુસાફરી બાદ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જે પ્રાણીઓને ગરમીની અસર ન થાય અને અન્ય ફ્લાઇટને અસર ન થાય માટેરાત્રે લવાયા હતા. આ પ્રકારે એરપોર્ટ પર આટલી સંખ્યામાં પ્રાણીઓ લાવવાની આ પ્રથમ ઘટના મનાઈ રહી છે. જામનગરમાં300 એકરમાં બની રહેલા એશિયાના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય આકર્ષણનું કેન્દ્રતો બનશે પણ જે વિદેશમાં જોવા મળતું હશેતે આ પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે અને લોકોએ વિદેશ ન જવું પડે તેવી વિદેશી સુવિધા સાથે નું આ પ્રાણી સંગ્રહાલયબનાવાઈ રહ્યું છે. જ્યાં વિદેશથી લાવવામાં આવેલા પ્રાણી પણ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ 2023 માં આ પ્રોજેકટ પૂર્ણ કરવાનો હોવાથી હાલ કામગીરી તડામાર ચાલી રહી છે. તેમજ પ્રાણીઓ અહીંના વાતાવરણમાં સેટ થાય માટે તેમને લાવી તેમને લગતું વાતાવરણ ઉભું કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે.

Share This Article