જામનગર વન વિભાગ ને મળી મોટી સફળતા

admin
1 Min Read

જામનગર વન વિભાગ ચોક્કસ બાતમીના આધારે બે દિવસ પૂર્વે શહેરીની હરિયા કોલેજ પાસે સાંઢિયા પુલ નજીકથી કાળિયાર હરણના ચામડાં સાથે આઠ શખ્સને પકડી પાડ્યા હતાં. વનવિભાગની પ્રાથમિક તપાસમાં ઉપલેટા-ધોરાજી પંથકના પાનેલીમાં શિકારી ટોળકી દ્વારા કાળિયાર હરણનો શિકાર કરી ટોળકીના આઠ શખ્સ જામનગર ચામડું વેંચવા આવ્યાનું ખૂલ્યું છે. જો કે, કાળિયાર હરણનો શિકાર કેવી રીતે કરવામાં આવ્યો, શિકાર બાદ હરણના અન્ય અવયવોનું શું કરવામાં આવ્યું, ટોળકીમાં અન્ય કેટલાં શખ્સો સંડોવાયેલા છે, ટોળકીના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તે સહિતના મુદ્દાઓની તપાસ માટે વનવિભાગે આઠેય શખ્સની ધરપકડ કરી ગુનો નોંધી અદાલતમાં રજૂ કરતાં 15 ઓકટોબર સુધીના રિમાન્ડ મંજૂર થતાં અજ્ઞાત સ્થળે સઘન પૂછપરછ હાથ ધરી છે. વનવિભાગે કાળિયાર હરણના ચામડાં સાથે પકડી પાડેલા શિકારી ટોળકીમાં દિપક, જીતેશ, ઇબ્રાહીમ, નૂર મામદ કારો, ભૂરો, વીરા, નૂરમામદ અને મામદરફીકનો સમાવેશ થાય છે.

 

Share This Article