જામનગર : દંપતી વચ્ચેનો ડખોનો વીડિયો વાયરલ, પોલીસે પતિની કરી અટકાયત

admin
1 Min Read

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવેલ સોસાયટીમાં પતિ પત્ની વચ્ચે ઘર કંકાસને લઈ ડખો થયો હતો જેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો….. મહિલાએ સીટી સી ડિવિજનમાં પતિ અને અન્ય એક ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે….જે ફરિયાદને લઈ પોલીસે મહિલાના પતિની અટકાયત કરી છે…મહિલા પોતાના પુત્ર સાથે પતીના ઘરે કોઈ વસ્તુ લેવા આવી હતી તે દરમિયાન દંપતી વચ્ચે ડખો થયો હતો…પત્ની જોર જોરથી બુમો પાડતી વીડિયોમાં જોવા મળી રહી છે

અને પતિ ચપ્પલ વડે માર મારતો હોવાનું વિડીયો માં દેખાઇ આવે છે….જો કે પત્ની પણ વીડિયોમાં ઝિભાજોડી કરતી હોય મહિલાના પુત્રે જ વિડીયો ઉતારીયો હોવાનું બહાર આવ્યું છે….મહિલાએ સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે…જે અનુસંધાને સીટી સી પોલીસ સ્ટેશનના પીઆઇ ગોંડલીયાની સૂચનાથી મહિલાના પતિની અટકાયત કરવામાં આવી છે….જો કે વિડીયો દેખાતો બીજો શખ્સ હજુ ફરાર છે….પોલીસે 498 અને 354 કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Share This Article