જામનગર : જામનગરમાં પેટ્રોલપંપ બાઇક ચાલકે પેટ્રોલ પુરાવ્યું અને નીકળ્યું અડધું

admin
1 Min Read

આજકાલ તમામ જગ્યાએ છેતરપિંડી અને ગેરરીતિની ઘટનાઓ બની રહી છે જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે આવેલા ઉપલા પેટ્રોલ પંપમાં જામનગરના સામાજિક કાર્યકર્તા નિમેષભાઈ સીમરીયાએ પોતાની બાઈક માં પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા જો કે પોતાની બાઈકમાં ઓછું પેટ્રોલ આવ્યું હોવાની આશંકાને લઈને નિલેશભાઈ સીમરીયા બાઈકની ટાંકી પેટ્રોલપંપના માલિક સામે જ ખોલી અને પેટ્રોલ માપ્યું હતું સો રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું અને 50 રૂપિયાનું પેટ્રોલ ટાંકીમાંથી નીકળતા ભારે હોબાળો મચાવ્યો હતો….

પેટ્રોલ પંપના મેનેજરે મહિલા કર્મચારીને નોકરીમાંથી પાણીચુ આપી અને સમગ્ર મામલો થાળે પાડયો છે…અનેક પેટ્રોલપંપ પર ગેરરીતિ થતી હોવાની ઘટનાઓ બની રહી છે…જામનગરમાં થોડા સમય પહેલા એક પેટ્રોલ પપમાંથી પેટ્રોલ સાથે પાણી નીકળ્યું હતું…..તો આજે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યુ અને નીકળ્યું માત્ર 50 રૂપિયાનું જેને લઈ વેપારીએ સોશિયલ મીડિયામાં વિડીયો પણ લાઈવ કર્યો હતો….આખરે મહિલા કર્મીચારીએ જાણી જોઈને ઓછું પેટ્રોલ નાખ્યું હોવાનું બહાર આવ્યું છે…

Share This Article