જામનગર : સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા મેગા વેક્સીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

admin
2 Min Read

સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાલારના સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા બે દિવસ દરમિયાન ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ દરમિયાનમાં શહેરના તમામ વોર્ડમાં નિ:શૂલ્ક કોરોના રસીકરણ કેમ્પ યોજાશે. આજરોજ આ રસીકરણ કેમ્પનો પ્રારંભ થતાં સાંસદ પૂનમબેન માડમએ વોર્ડ નં.૨માં શાળા નં.૩૨/૫૦, વોર્ડ નં.૩માં વિશ્ર્વકર્મા બાગ, વોર્ડ નં.૪માં કિલ્લોલ વિદ્યાલય, વોર્ડ નં. ૫માં પંચવટી કોલેજ, વોર્ડ નં.૭માં આહિર સમાજ, વોર્ડ નં.૧૪માં કચ્છી ભાનુશાળી વાડી, વોર્ડ નં.૧૬માં પ્રસંગ હોલ, વોર્ડ નં.૧૩માં ગુરુનાનક મંદિર ખાતે ચાલતા રસીકરણ કેમ્પની મુલાકાત લઇ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા. આ સાથે જ સાંસદશ્રીએ શાળા નં.૫૦ની આંગણવાડીની મુલાકાત લીધી હતી અને આંગણવાડી બહેનોની કામગીરીની પ્રશંસા કરી હતી.

આ તકે સંસદ સભ્યે કહ્યું હતું કે, જામનગર જિલ્લો અને શહેર રસીકરણમાં રાષ્ટ્રીય સ્તરે મોખરે છે, ત્યારે શહેરમાં આ ઝુંબેશને વધુ સઘન કરી એક પણ વ્યક્તિ રસી વગર ના રહે તેવા વડાપ્રધાનશ્રીના સંકલ્પને પૂર્ણ કરવા કેમ્પના માધ્યમ દ્વારા કોઈપણ વિસ્તારના કોઈપણ વ્યક્તિને કોઈપણ કારણસર વેક્સિન લેવાની બાકી રહી ગઇ હોય અથવા તો ન લઈ શક્યા હોય તો આ આયોજન થકી જામનગર જિલ્લાના રસીકરણ અભિયાનને વધુ સુદૃઢ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહામારીના સમયમાં સૌને જાગૃત રહી, સંગઠિત રહી અને કોરોના સામે લડવા માટે રસીકરણ ઝુંબેશમાં સહયોગ આપવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન શ્રી મનહરભાઈ ઝાલા, ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, મેયર શ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર સહિતના મહાનુભાવો અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહયા હતા.

Share This Article