રાજકોટ : બાળકોની શાળા બંધ હોવા પણ રમકડાંની માંગ વધી, 25થી 30%નો ભાવ વધારો

admin
1 Min Read

કોરોના મહામારી બાદ ધંધા – રોજગાર ઠપ થઈ ગયા છે તો અનેક વસ્તુઓના ભાવમાં તોતિંગ ભાવ વધારો થયો છે. જેમાં હવે બાળકોના રમુજના સાધનો – રમકડાં પણ બાકાત નથી. બાળકોની શાળા બંધ હોવા પણ રમકડાંની માંગ વધી છે. ત્યારે રમકડાના ભાવમાં વધારો થયો છે તો મોટા ભાગના રમકડાંની અન્ય રાજ્યમાંથી આવક પણ થતી નથી. જેને લઇ રમકડાના વેપારીઓ પણ હેરાન – પરેશાન થઈ ગયા છે.

રમકડાના વેચાણ કરતા આવક ઓછી છે. મોટા ભાગના રમકડાના ભાવમાં 25 થી 30% નો ભાવ વધારો થયો છે. જેથી લોકોને પણ ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે અને બાળકોના હાથમાંથી રમકડાં છીનવાઈ રહ્યા હોઈ એવું લાગી રહ્યું છે

Share This Article