જુુગાડ : જુઓ કેવી રીતે બાઈકના ટાયરથી નીકળી રહ્યા છે મકાઈના દાણા

admin
1 Min Read

ભારતીયો કંઈકને કંઈક જુગાડુ આઈડિયા માટે પણ જાણીતા છે અને આ જુગાડુ આઈડીયા એવા હોય છે કે તેનાથી મોટા મોટા દિગ્ગજો પણ પ્રભાવિત થઈ જતા હોય છે. ત્યારે હાલમાં જ એક એવો વિડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક લોકો મકાઈના દાણા કાઢી રહ્યા છે.જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ દાણા હાથથી નહીં પણ બાઈક દ્વારા કાઢવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા રહે છે જે જોઇને આપણને બે ઘડી વિચારતા કરી દે. એમાં પણ ભારતમાં જેટલો જુગાડ ચાલે છે એટલો દુનિયામાં બીજે ક્યાય નહીં થતો હોય. જુગાડ પણ એક કલા છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા કેટલાક લોકો મકાઇના દાણા નીકાળી રહ્યા છે. જે હાથથી નહીં પરંતુ મોટર સાઇકલથી નીકાળે છે. આ વીડિયો આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે બાઇકને ડબલ સ્ટેન્ડ કરવામાં આવ્યું છે તેના પાછળનું ટાયર ફરી રહ્યું છે. આ ટાયરની મદદથી મકાઇના દાણા નીકાળવામાં આવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Share This Article