જાણો એ ત્રણ શ્વાન વિશે જેનો PM મોદીએ ‘મન કી બાત’માં કર્યો ઉલ્લેખ

admin
1 Min Read

વડાપ્રધાન મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં સુરક્ષાદળોમાં શ્વાનની ઈમાનદારી અને બલિદાનને યાદ કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ત્રણ ખાસ કૂતરાં રોકી, સોફી અને વિદાનો પણ ઉલ્લેખ કર્યો અને તેમના કામના વખાણ કર્યા હતા.

આ માત્ર શ્વાન ટીમનો હિસ્સો જ નહીં તેમને સુરક્ષાદળોના જાંબાજ માનવામાં આવે છે. સોફી અને વિદા ભારતીય સેનાના શ્વાન છે. બંનેને 15 ઓગસ્ટે ચીફ ઓફ આર્મી સ્ટાફ કમેંડેશન કાર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

આ સન્માન વિભિન્ન અભિયાનોમાં તેમની ભૂમિકાના કારણે આપવામાં આવ્યુ હતું. મહત્વનું છે કે, કમેંડેશન કાર્ડ કૂતરાને ડ્યૂટી દરમિયાન સારા પ્રદર્શન માટે આપવામાં આવે છે. જ્યારે રૉકી નામનું કૂતરું મહારાષ્ટ્રની બીડ પોલીસ ડૉગ સ્ક્વોડનો હિસ્સો હતો. તે ખૂબ જ સૂઝબૂઝ ધરાવતો કૂતરો હતો. તેને અપરાધિક મામલાઓને ઉકેલવામાં પોલીસની મદદ કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યો હતો. 15 ઓગસ્ટે રૉકીનું લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેના નિધન પર બીડ પોલીસે તેને પૂરા સન્માનની સાથે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

મહત્વનું છે કે ભારતીય સેનામાં પ્રશિક્ષિત શ્વાન વિભિન્ન આતંકવાદી વિરોધી અભિયાનમાં ફોર્સ મલ્ટીપ્લાયરના રૂપમાં સેવા પ્રદાન કરે છે. આ સિવાય તે હિમસ્ખલન, ભૂકંપ અને પ્રાકૃતિક આફતો દરમિયાન પણ કેટલાય લોકોના જીવના રક્ષક બને છે.

Share This Article