અમરેલી : જાફરાબાદની સરકારી હોસ્પિટલની કથળતી હાલત

admin
1 Min Read

જાફરાબાદમાં આજે સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી કાયમી ડોકટર તેમજ સ્ટાફ ન હોવાથી જાફરાબાદના તમામ જ્ઞાતીના આગેવાનો તેમજ વેપારી એસો. દ્વારા બહોળી સંખ્યામાં હાજર રહી મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતુ. તેમાં જાફરાબાદ હોસ્પિટલમાં કાયમી ડોકટર, સ્ટાફ તા.24/11 સોમવાર સુધીમાં નિમણુક કરવામાં નહી આવે તો ના છુટકે ગાંધી ચીંધ્યા માર્ગે ગામ બંધ રાખી દવાખાનાને તાળા બંધી કરવાનો ગ્રામજનોએ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બાબતે સરકારે ગંભીર નોંધ લઇને તાત્કાલીક નિર્ણય લેવા ગ્રામજનોએ માંગણી કરી છે. આવેદન પત્ર પાઠવવામાં દરેક જ્ઞાતીના આગેવાનો તેમજ વેપારી એસોસીએશનના આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરમણભાઇ બારૈયા, પાલાભાઇ પરમાર, કોળી સમાજના આગેવાનો તેમજ સમસ્ત જાફરાબાદ શહેર ના જાગૃત નાગરિકો રેલી કાઢી મામલતદારને  આવેદનપત્ર આપ્યું હતું.

Share This Article