કડાણા : લો લીટરસી ગર્લસ રેસિડેન્ટ સ્કૂલ ખાતે કરાયું રેલીનું આયોજન

admin
1 Min Read

આજરોજ કડાણા તાલુકાની સળીયામુંવાડી લો લીટરસી ગર્લસ રેસિડેન્ટ સ્કૂલ ખાતે ગાંધીજીની 150 મી જયંતિ નિમિતે બાલિકાઓ તથા સ્ટાફ ગણ સાથે રેલીનું સૂત્રોચ્ચાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે શાળા કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અને શાળાની બાલિકાઓને ગાંધીજીના જીવન વિશે માહિતગાર કરી પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી. જેમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય મૅડમ તથા તમામ સ્ટાફગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં જેમાં પ્લાસ્ટીકના ઉપયોગ અંગે જણાવ્યું હતું કે, આપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!….નહીં….પણ આ એક સત્ય હકીકત છે. પ્લાસ્ટિકની નિર્જીવ ખુરશી, ફોમવાળી ગાદી, ટેલિવિઝન, કમ્પ્યુટર સીસ્ટમ, મ્યુઝીક સીસ્ટમ અને આપણી આસપાસ રહેલી દરેક પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Share This Article