તુર્કીના પ્રજ્ઞાચક્ષુ સંગીતકારે ગાયુ કલિયોં કા ચમન ગીત, લોકો થયા દિવાના….

admin
1 Min Read

પોતાની અંદર રહેલી કળાને બહાર લાવવા માટે તેમજ તેને લોકો સુધી પહોંચાડવા માટે જો અત્યારના સમયમાં કોઈ સારુ પ્લેટફોર્મ હોય તો એ સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયામાં ટેલેન્ટેડ લોકો પોતાના વીડિયો પણ મુકતા હોય છે. ત્યારે હાલમાં તુર્કીના એક સંગીતકારનો વીડિયો વાયરલ થયો છે જેણે કમાલ કરી દીધી છે. આમ તો બોલિવૂડ સંગીત એક માત્ર એવું છે કે જેની જીભે ચઢે એક અનોખો રંગ છોડી જાય છે.

ત્યારે બિલાલ ગોરેગન નામના એક તુર્કીના સંગીતકારે બોલીવુડ ગીત ગાયુ છે તે પોતે પ્રજ્ઞાચક્ષુ છે પણ તેની દિલની આંખો જેટલી સારી રીતે સંગીતને સ્પર્શ કરે છે તે કમાલ છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે પોતાની સ્ટાઇલમાં ‘જ્યોતિ’ ફિલ્મનું હિટ ગીત ‘કલિયોં કા ચમન’ ગીત ગાઇ રહ્યો છે. આ ગીત હવે ખુબ વાયરલ થઈ રહ્યું છે અને  લાખો લોકો આ વીડિયો નિહાળી ચુક્યા છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ પડી રહ્યો છે તો અનેક યુઝરો વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે.

Share This Article