કલ્કીએ કર્યો બેબી બમ્પ સાથેનો ફોટો શેયર

admin
1 Min Read

એક્ટ્રેસ કલ્કી કેકલાંએ હાલમાં જ પાંચ મહિનાની પ્રેગ્નન્સી હોવાનો ખુલાસો કર્યો હતો. હવે, એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી છે. તસવીરમાં કલ્કી કાઉચ પર બેઠી છે…….કલ્કીએ તસવીર શૅર કરીને કહ્યું હતું કે જુલાઈથી સપ્ટેમ્બર સુધી તેના માટે બેબી બમ્પ છુપાવવો સરળ હતો. તેના ડિઝાઈનર્સે ઈનોવેટિવ રીતે બેબી બમ્પ છુપાવવામાં મદદ કરી હતી. જોકે, હવે તે બેબી બમ્પ સહજતાથી છુપાવી શકે તેમ નથી……પ્રેગ્નન્સીને કારણે પોતાનામાં આવેલા ફેરફાર પર કલ્કીએ કહ્યું હતું કે તે પહેલાં કરતાં વધુ શાંત થઈ ગઈ છે. કામ ચાલુ રાખશે કે નહીં? તેના જવાબમાં કલ્કીએ કહ્યું હતું કે તે હવે એવું જ કામ કરશે, જેમાં તેને બાળકની દેખભાળ રાખવામાં મદદ મળે. હાલમાં તેની પ્રાથમિકતા માત્ર બાળકની છે……

કલ્કીએ થોડા સમય પહેલાં જ ગાય હર્શબર્ગ સાથેના સંબંધનો ખુલાસો કર્યો હતો. ચર્ચા છે કે કલ્કી ગોવામાં પોતાના પહેલાં બાળકને જન્મ આપશે. નોંધનીય છે કે કલ્કીએ પહેલાં લગ્ન ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે કર્યાં હતાં. જોકે, વર્ષ 2015મા બંનેના ડિવોર્સ થઈ ગયા હતાં. ડિવોર્સ બાદ પણ બંને ઘણાં જ સારા મિત્રો છે.

Share This Article