લખનઉમાં કાર્તિક આર્યનને મળ્યું ખાસ સમ્માન

admin
1 Min Read

કાર્તિક આર્યનને લખનઉમાં એક ખાસ સમ્માન આપવામાં આવ્યું છે. લખનઉની પોસ્ટ ઑફિસે કાર્તિક આર્યનનાં પોસ્ટલ સ્ટૅમ્પ્સ બહાર પાડ્યા છે. લખનઉ હૅડ ક્વોર્ટરનાં પોસ્ટલ સર્વિસનાં ડિરેક્ટર ક્રિષ્ના કુમાર યાદવે કાર્તિકને આ ભેંટ આપી છે. કાર્તિક ‘પતિ, પત્ની ઔર વો’નું શૂટિંગ લખનઉમાં ઘણાં સમયથી કરી રહ્યો છે. આ ફિલ્મ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦ માં રીલીઝ થશે. અને ફિલ્મમાં કાર્તિક સાથે ભૂમિ પેડણેકર અને અનન્યા પાન્ડે પણ જોવા મળશે. આ વિશે હૅડ ક્વોર્ટરનાં પોસ્ટલ સર્વિસનાં ડિરેક્ટર ક્રિષ્ના કુમાર યાદવે કહ્યું હતું કે ‘અમે કાર્તિકને કંઈક એવી વસ્તુ આપવા માગતાં હતાં જે તેને હંમેશાં માટે યાદ રહી જાય. એથી જો તેની સ્ટેમ્પ્સ બહાર પાડવામાં આવે એનાથી વધુ સારી ભેંટ કંઈ ન હોઈ શકે. આ અમારા માટે એક નવી પહેલ છે. અમે જ્યારે કાર્તિક સાથે આ સ્ટેમ્પ્સ શૅર કર્યા તો તે પણ આ સ્ટૅમ્પ્સને લઈને ખુશ થયો હતો. તે જાણવા માગતો હતો કે આ સ્ટૅમ્પ્સનો લોકો કઈ રીતે ઉપયોગ કરી શકશે. અમે તેને જણાવ્યું હતું કે ન માત્ર ભારતનાં, પરંતુ વિદેશમાં વસતા લોકો પણ જ્યારે લેટર્સ લખશે ત્યારે આ સ્ટૅમ્પ્સનો ઉપયોગ કરી શકશે. એ જાણીને તે ખૂબ જ ખુશ થયો હતો.’ આ પહેલા કાર્તિક ફિલ્મ લુકા છુપીમાં જોવા મળ્યો હતો.

Share This Article