બનાસકાંઠા-દેથળી ગામનાં ગરીબ પરિવારની ખજૂરભાઈ વારે આવ્યાં

Subham Bhatt
2 Min Read

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાનાં વાછરડા 2500 લોકોની જનસંખ્યા ધરાવતું ગામ વાવથી ભાભર હાઇવે પર આવેલ છે.ઠાકોરવાસમાં રહેતાં શંકરભાઈ ચોથાભાઈ ઠાકોર પરિવારમાં ચાર દીકરીઓને જન્મથી જ પેરાલીસીસની તકલીફ હોવાથી ચાર દીકરીઓનું દુઃખ મીડિયાનાં માધ્યમથી જોઈને ગુજરાતનાં સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાની અને એમની સમગ્ર ટીમ વાવ તાલુકાનાં વાસરડા ગામે આવી પહોંચી પરિવારની મુલાકાત લીધી હતી.જોકે સરહદી વાવ તાલુકામાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે.છતાં પણ વીજળીની વ્યવસ્થા નથી.

Khajurbhai Vare of a poor family from Dethli village came

રહેવા માટે ઘર પણ નથી ચારેય દીકરીઓ ખુલ્લા ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે જીવન જીવી રહી છે.ત્યારે જીસીબી મશીન વડે તોડી નવીન મકાન બનાવવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી.જોકે એક જ દિવસમાં દસ કડીયા કામે લગાડી સમગ્ર કામને બે જ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં નાના બાળકથી લઈને દરેક વ્યક્તિનાં મોઢે જેમનું નામ હોય એવાં ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાની ગરીબોનાં મસિહા બનીને અનેક ગુજરાતમાં એક વર્ષમાં સમગ્ર એમની ટીમે 200થી પણ વધારે ગરીબ પરિવારોનાં મકાનો બનાવી આપ્યાં છે.

Khajurbhai Vare of a poor family from Dethli village came

ગરીબ લોકોની સેવા કરવી એજ સંકલ્પ સાથે સમગ્ર ગુજરાતનાં ખૂણે ખૂણે ગરીબ પરિવારોની મદદ કરી રહ્યાં છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં અને  લોકડાઉનમાં હજારો પરિવારો સુધી રાશન કીટનું વિતરણ કર્યું હતું. વાવ તાલુકાનાં માડકા ગામનાં ઉત્સાહી,મહેનતુ અને સેવાભાવી લોકોની પણ ટીમ આ કામમાં જોડાઈ હતી.જેમાંહમીરસિંહ રાજપૂત માડકા પ્રેમભાઈ પટેલ,માડકા,દિનશા રાજપુત.માડકા શંકરભાઈ ધુડાભાઈ પારેગી.માડકા હીરાભાઈ જેમલભાઈ પારગી,સુનીલભાઈ.દવે દ્વારા સમગ્ર ખજૂરભાઈની ટીમને સ્થાનિક યુવાનોએ મદદ કરી હતી.

Share This Article