નૃત્યાવલીના કલાકારોએ દ્વારકામાં કર્યું નૃત્ય ,કૃષ્ણ જન્મની નૃત્ય દ્વારા અનોખી ભજવણી કરાઈ

admin
1 Min Read

જન્માષ્ટમીની દેશભરમાં જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દ્વારકામાં પણ દર વર્ષની જેમ આ વર્ષે જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા, જન્માષ્ટમી નિમિત્તે દ્વારીકાધીશનાં મંદિરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. .જેમાં અમદાવાદનાં નૃત્યકાર ભરત બારીયા,અક્ષય પટેલ, રવિતા બારીયા, મિનાક્ષી પટેલ અને  નૃત્યાવલીના કલાકારોએ નૃત્ય દ્વારા દ્વારીકાધીશની મહાઆરતી તેમજ શિવ અને કૃષ્ણની જુગલબંધી રજૂ કરી હતી. દ્વારકામાં યોજાયેલા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.

 

નૃત્યની કૃતિઓ એટલી સુંદર રીતે કરાઈ હતી કે જેનાં કારણે તમામ ભક્તો કૃષ્ણમય બની ગયા હતા. મહત્વનું છે કે ભરત બારીયા અને અક્ષય પટેલ દેશ-વિદેશમાં પોતાના નૃત્યનું પર્ફોર્મન્સ કરી ચૂક્યા છે જેના કરાણે તેમને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નામનાં મળી છે.

 

Share This Article