બચ્ચન પાંડેમાં લીડ રોલમાં જોવા મળશે કૃતિ સેનન

admin
1 Min Read

બચ્ચન પાંડે ફિલ્મમાં કૃતિ સેનન અક્ષય કુમારની ઓપોઝિટ કાસ્ટ થઇ છે. આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મને ફરહાદ સામજી ડિરેક્ટ કરવાના છે. અગાઉ આ ટીમે હાઉસફુલ 4 ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ 2020માં શરૂ થશે. કૃતિ સેનને જણાવ્યું હતું કે, ‘મને તે લોકો સાથે હાઉસફુલ 4માં કામ કરીને ઘણી મજા આવી હતી અને હવે તેમની સાથે ફરી કામ કરવા માટે હું ઘણી ઉત્સુક છું. આ સાજીદ સર સાથેની મારી ત્રીજી ફિલ્મ છે.’

આ ફિલ્મ અક્ષય કુમાર અને નડિયાદવાલાની 10મી ફિલ્મ છે જેમાં બંને સાથે કામ કરી રહ્યા છે. અગાઉ આ ફિલ્મ 2020માં ક્રિસમસ પર રિલીઝ થવાની હતી અને તે દિવસે આમિર ખાન સ્ટારર ‘લાલ સિંહ ચઢ્ઢા’ પણ રિલીઝ થવાની છે. પરંતુ હવે ‘બચ્ચન પાંડે’ની રિલીઝ ડેટમાં ફેરફાર થયો છે. ફિલ્મ હાલ ફાઇનલ સ્ક્રિપ્ટિંગ સ્ટેજ પર છે. પ્રી પ્રોડક્શન સ્ટેજમાં ફિલ્મને સમય લાગી રહ્યો છે તે માટે ટીમે ફિલ્મની રિલીઝને પાછળ ધકેલવાનો નિર્ણય લીધો છે.

Share This Article