ભાડે રીક્ષા ચલાવતા યુવાનને સાસરી પક્ષ દ્વારા મારમાર્યો

admin
1 Min Read

ભુજમાં ભાડે લઈને રીક્ષા ફેરવતો યુવાન સુલેમાન આમદ સરકીની લાશ ભચાઉ પાસે આવેલ વિજપાસર નજીક પુલિયા પાસે મળી આવી હતી. પોલીસે તપાસ કરતા તેના સાસરિયાઓની ભૂમિકા શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જેની હત્યા થઈ છે તે શુલેમાન આમદ સરકી છે જે ભાડાની ઓટોરિક્ષા ચલાવતો હતો અને છેલ્લા ઘણા સમયથી તેની પત્ની સાથે તેના મતભેદ હતા. તેની પત્ની માવતરે બેઠી હતી અને ઝઘડો તલાક સુધી પહોંચી ગયો હતો. સુલેમાન ભુજના હિના પાર્ક 1માં રહેતો હતો અને તેને એક બાળક પણ છે. તેને મળવા ગત ૧૦મી તારીખે સાંજના છ એક વાગ્યાના સુમારે તે રિક્ષા લઈને તે પોતાની નાની દીકરીને સાસરામાં મળવા ગયો હતો ત્યાં સાસરિયા સાથે માથાકૂટ થતાં માર મરાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઝઘડામાં મરનારના બે સાળા, પત્ની, સસરા વગેરે માર માર્યો હોવાની વાત પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે અને મરનારને  ધોકા વગેરેથી મૂઢમાર મરાતા તે ફસડાઈ પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. તે બાદ આ લાશને સગેવગે કરવા માટે યોજના બનાવવામાં આવી હતી અને તે માટે ટાટા સુમો ગાડીના ચાલક હાજી ઊફઁ રોહિત મણીલાલને બોલાવીને લાશને રાત્રે વિજપાસર નજીક ફેંકી આવ્યા હતા.

Share This Article