કચ્છ : ભુજમાં સંભાળના દિન નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું

admin
1 Min Read

ભુજમાં સંભારણા દિન નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઇ.જી. સરહદીથી લઈને રેન્જના ઓફિસર સુભાષ ત્રિવેદી હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાં પોલીસ ફોર્સ તેમજ સેન્ટ્રલ ફોર્સમાં શહીદ થયેલ પોલીસ જવાનોને ખાસ શ્રદ્ધાંજલિ આપી એમને યાદ કરવામાં આવ્યા હતા. આ પોલીસ જવાનોએ દેશમાં આંતરિક વ્યવસ્થા દરમિયાન પોતાની જાનનું બલિદાન આપેલું હોય તેથી આજના દિવસે ૨૧ ઓક્ટોબરના દિવસે શહીદ સંભારણા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં સંભારણા દિવસની ઉજવણી કરી શહીદ થયેલ પોલીસ ફોર્સના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ત્યારે ભુજમાં પણ પોલીસ વિભાગ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Share This Article