સુરત : એન.આર. સી.અને કાનુની માર્ગદર્શન આપવા સેમિનાર યોજાયો

admin
1 Min Read

આજે ભારત દેશ વિશ્વના વિકાસશીલ દેશોની હરોળમાં ઢગલેને પગલે આગળ વધી રહ્યો છે. હાલ દેશમાં એન.આર.સી મામલે ચાલી રહેલા સર્વે અને યુવા પેઢીમાં કાનુની માર્ગદર્શન આપવા વર્લ્ડ મેમણ ઓર્ગેનિજેશન યુથ વિંગ અને સુરત મોરબી ટંકારા મેમણ જમાત દ્વારા મેગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.આર.સી અને કાનુની માર્ગદર્શન સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા વર્લ્ડ મેમણ જમાતના એહસાન ભાઈ ગાડવાલા, પર્યાવરણવાદી કાર્યકર્તા ક્રિષ્નકાંતભાઈ ચૌહાણ, મોરબી ટંકારા મેમણ જમાતના પ્રમુખ ફારૂક ભાઈ ચાંદીવાલા, વર્લ્ડ મેમણ સમાજના અગ્રણી રિયાઝભાઈ તેલી, સહિતના મહાનુભાવોએ સમાજના વૃધ્ધો અને યુવાનોને એન.આર.સી અને કાનુની માર્ગદર્શન આપી દેશમાં શાંતિ સદભાવના સાથે વિકાસની ગાથા સાથે આગળ આવવા હાકલ કરી હતી.

 

Share This Article