આસામમાં ભૂસ્ખલન : 8 બાળકો સહિત 20 લોકોના મોત

admin
1 Min Read

કોરોનાની મહામારી વચ્ચે વાવાઝોડા અને ભારે વરસાદના પગલે આસામમાં શ્રેણીબદ્ધ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે જેમાં 20થી વધુ લોકોના મોત નિપજ્યા છે. દક્ષિણ અસમમાં બરાક ઘાટી ક્ષેત્રમાં વરસાદના કારણે કરીમગંજ, સિલ્ચર અને હૈલકાંડીમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે.

આ દરમિયાન હૈલાકાંડીમાં 7 અને કરીમગંજ જિલ્લામાં છ લોકોના મોત નિપજ્યા છે. મૃતકો દક્ષિણી અસમના ત્રણ અલગ અલગ જિલ્લાના ત્રણ અલગ અલગ પરિવારોથી છે.

આ ભૂસ્ખલનથી ઓછામાં ઓછા 20 લોકોનાં મોત સાથે અનેક લોકો ઘાયલ પણ થયા છે. મરનાર લોકોમાં 8 બાળકો પણ સામેલ છે. જો કે હાલ લાશોને બહાર નીકાળવાનું કામ ચાલુ છે. ઇજાગ્રસ્તો માટે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

બીજી તરફ આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલે ભૂસ્ખલનની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પૂર્વોત્તર રાજ્ય પહેલેથી જ ભારે પૂર સાથે સંઘર્ષ કરી રહ્યું છે, આ પૂરે લગભગ 3.72 લાખ લોકોને અસર કરી છે. ગોલપરા જિલ્લામાં સૌથી વધુ ફટકો પડ્યો છે, ત્યારબાદ નાગાઓન અને હોજાઈ છે.

Share This Article