દિલ્હી હિંસા મામલે : તાહિર હુસૈન સહિત 15 લોકો સામે ચાર્જશીટ દાખલ

admin
1 Min Read

વીઓ – દિલ્હીમાં થોડા મહિના અગાઉ ભડકેલી હિંસા મામલે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હી રમખાણના માસ્ટરમાઈન્ડ તાહિર હુસૈન અને તેના ભાઈ શાહ આલમ સહિત 15 લોકો સામે કડકડ્ડૂમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

દિલ્હી રમખાણો વખતે તાહિર હુસૈનના ઘરેથી પેટ્રોલ બોમ્બ મળી આવ્યા હતા. તાહિર હુસૈન આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સીલર છે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં 3 મહિના પહેલા હિંસા ભડકી હતી. જેમાં દિલ્હી ભડકે બળ્યુ હતુ. એવી કોઈ જગ્યા બાકી નહોતી રહી કે જ્યાંથી મૃતદેહો નહોંતા મળ્યા.

હિંસામાં આઈબીના અંકિત શર્માની પણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે અંકિતના પરિવારે તેની હત્યા તાહિર હુસૈને કરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ આ હિંસા પણ તાહિર હુસૈન કરાવી હોવાના આક્ષેપો લાગ્યા હતા.

ત્યારે આજે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં દિલ્હી હિંસાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં તાહિર હુસૈનને મુખ્ય સુત્રધાર ગણાવ્યો છે. મહત્વનું છે કે, આશરે એક હજાર પાનાની આ ચાર્જશીટમાં કાઉન્સિલર તાહિર હુસૈનના ભાઈ શાહ આલમ પર પણ આરોપ મૂકવામાં આવ્યા છે.

પોલીસે પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે હિંસા દરમિયાન આરોપી તાહિર હુસૈન તેની છત પર હતો. તાહિર હુસૈન પર હિંસા કરાવવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ તાહિરે હિંસા માટે 1 કરોડ 30 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

Share This Article