બનાસકાંઠામાં ઓનલાઈન પરીક્ષા માટે સોફ્ટવેરનું લોન્ચીંગ

admin
1 Min Read

લોકડાઉનમાં વિધાર્થીઓ ઘેર બેઠાં અભ્યાસ કરી શકે તે માટે સ્વસ્તિક સ્કુલ દ્વારા તૈયાર કરાયેલા ઓનલાઇન એક્ઝામના સોફ્ટવેરનું કલેકટર સંદીપ સાગલેના હસ્તે લોન્ચીંગ થયું. મહત્વનુ છે કે, અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે.  તેવા સમયમાં ઘણા સમયથી શાળાના બાળકો ઘરે જ છે.

તેમજ ઘરે રહીને સોશિયલ ડિસ્ટન્સથી પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે.  છેલ્લા ઘણા સમયથી બાળકો શૈક્ષણિક સંસ્થાઓમાં ગયા નથી.  તેવા સમયે બાળકો અભ્યાસ જોડે જોડાયેલા રહે તેમજ તેઓના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર દ્વારા સમગ્ર બનાસકાંઠાની કોઈપણ શાળામાં અભ્યાસ કરતો બાળક ઓનલાઇન પરીક્ષા આપીને સ્વમૂલ્યાંકન કરી શકે તેમજ શિક્ષણ સાથે જોડાયેલું રહી શકે તે માટે ડેલ્ટા ઇન્ફોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ,  અમદાવાદની મદદથી એક ઓનલાઇન એકઝામ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.  જેનું બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

 

Share This Article