સુરતમાં મેડિકલ 3 વાગ્યા સુધી જ ચાલુ રખાશે

admin
1 Min Read

સુરત શહેરમાં સોસિયલ ડિસ્ટન્સ જાળવવાની શરતે 1 વાગ્યા સુધી મેડિકલ અને 3 વાગ્યા સુધી હોલસેલ મેડિકલ ચાલુ રખાશે. કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશને સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે હોલસેલ મેડિકલ સ્ટોર્સ બપોરે 3 વાગ્યા સુધી જ્યારે રિટેઇલ મેડિકલ શોપ્સ બપોરે 1 વાગ્યા સુધી જ કાર્યરત રાખવાનો નિર્ણય કર્યો છે.  મેડિકલ સ્ટોર્સ પર સોશ્યિલ ડિસ્ટન્સીનો અમલ નહીં થતા પાલિકા દ્વારા 5000થી 25000નો દંડ ફટકારતો હોવાની કેમિસ્ટ એસોસિએશનની ફરિયાદ કરતાં શહેરના 4834 સ્ટોર્સ બંધ કરાયા હતા. મેયર સાથે થયેલી મિટિંગ બાદ ગુરુવારથી ફરી મેડિકલ સ્ટોર્સ કાર્યરત થશે.

તેમજ રેડ ઝોન સિવાયના વિસ્તારમાં સવારે 10 વાગ્યા સુધી જયારે રેડ ઝોન વિસ્તારમાં 1 થી 4 વાગ્યા સુધી ખરીદી માટેનો સમય આપવામાં આવ્યો છે. આ સંજોગોને પગલે મેડિકલ સ્ટોર્સ પર પણ એકસામટી ભીડ ઉમટી પડતા સોશ્યિલ ડિસ્ટન્સીનું પાલન થતું નથી. આવા સંજોગોમાં પાલિકા દ્વારા કેમિસ્ટ્સ પર છેલ્લા થોડા દિવસોમાં રૂ. 5000 થી 25,000 સુધીનો દંડ ફટકાર્યો  છે. આ સમગ્ર ઘટનાથી નારાજ થયેલા શહેરના વિવિધ વિસ્તારોના મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ સ્વૈછીક બંધનો નિર્ણય કરતા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી 4834 જેટલા મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા.

 

Share This Article