જાણો દિવાળીમાં કોડિયાનો ઇતિહાસ ,દિવાળીની પ્રાચીન પરંપરા છે માટીના કોડિયામાં દીવા

admin
1 Min Read

દિવાળી એટલે દીવાનો તહેવાર, માટીના કેડિયામાં દીવો એ તેનું મુખ્ય પ્રતીક. દિવાળીની ઉજવણીમાં ઘણું બદલાયું. ઘણી નવીનતા આવી પરંતુ માટીના કોડિયાનું સ્થાન હંમેશા પહેલા નંબરે રહ્યું. આ કોડિયાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. ઇ.સ. પૂર્વે ૩૦૦૦ વર્ષમાં એટલે પાંચ હજાર વર્ષ અગાઉ પણ લોકો માટીના કોડિયામાં દીવા કરતાં. તે સમયે લોકો ઘરોમાં અને અન્ય જગ્યાએ અજવાળું કરવા દીવા કરવાં મોહેજાદડોના પ્રાચીન અવશેષોમાં આવા કોડિયા મળી આવ્યા હતા.

સિંધુ નદીની સંસ્કૃતિમાં જ નહીં પરંતુ તમામ સંસ્કૃતિમાં અજવાળું મેળવવા માટીના કોડિયા બનતાં. આ કોડિયાના આકાર પણ વિવિધ હતાં. જુદા- જુદા દેશ પ્રદેશના લોકોએ પોતાની કળા અને કસબ અજમાવીને જુદા જુદા ઘાટના કોડિયા બનાવેલા. તેમા તેલ અને દિવેટ મુકવાની જુદી- જુદી ટેકનિક પણ અજમાવી. જો કે ભારતમાં વપરાતા કોડિયાની ડિઝાઇન આજ સુધી જળવાઈ રહી છે. કારણકે કોડિયામાં વપરાતા બળતણમાં સીંગતેલ, તલ કે સરસીયાનું તેલ પુરાતું.

યુરોપના દેશોમાં પ્રાણીઓની ચરબી, ઓલિવનું તેલ, મીણ વગેરે વાપરવાનો રીવાજ હતો. આપણે ત્યાં દીવો એ પવિત્ર આસ્થાનું પ્રતિક છે. પૂજામાં ઘીના દીવા કરવામાં આવે છે. વીજળીના દીવા નહોતા ત્યારે અજવાળું મેળવવા દીવાની જ્યોત જ ઉપયોગમાં આવતી. જાતજાતનાં ફાનસ, મશાલ, વિગેરે વિકસ્યા. પરંતુ દરેક સાધનમાં કોડિયું તો મુકવામાં આવતું જ. શહેરોમાં સ્ટ્રીટલાઈટના ફાનસમાં અને રેલ્વેના સિગ્નલના ફાનસમાં પણ તેલ પૂરેલું કોડિયું જ મૂકાતું.

Share This Article