અમદાવાદ : ધર્મા પ્રોડક્શનની ફિલ્મમાં સૂરજ ચૌહાણ કરશે ડેબ્યૂ , 12 વર્ષની મહેનત આજે રંગ લાવી

admin
1 Min Read

બાથરૂમ સિંગર થી પ્લેબેક સિંગર તરીકે નામના મેળવનાર અમદાવાદી સૂરજ ચૌહાણના આલ્બમની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વખતે ફક્ત આલ્બમ કે શૉમાં જ નહીં પરંતુ સૂરજ ચૌહાણ બૉલિવૂડના ફેમસ એવા ધર્મા પ્રોડક્શનની નેટફ્લિક્સ પર આવી રહેલી ફર્સ્ટ ઓરીજનલ ફિલ્મ ડ્રાઈવમાં બ્લેક કાર સોંગ માં પ્લેબેક સિંગર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે.

બોલિવૂડના ધર્મા પ્રોડક્શનનો નેટફ્લિક્સ સાથેનો આ પહેલો પ્રોજેક્ટ છે જેમાં સુશાંતસિંહ રાજપૂત અને જેકલીન ફર્નાન્ડીઝ સહીતના મોટા ગજાના કલાકારો લીડ રોલમાં જોવા મળશે. મહત્વનું છે કે બોલિવૂડમાં ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવા કલાકારો આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે અમદાવાદી સૂરજને ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ કામ કરવાની તક મળી છે. જેથી તેણે અમદાવાદ તેમજ ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે.

Share This Article